ચકલી ઉર્ફે તું / હેમંત ગોહિલ 'મર્મર '[વિશ્વ ચક્લીદિન સ્પેશ્યલ ]
અજવાળાનું બિબુ ચકલી ,
અંધારાનું છીબું ચકલી .
ચકલી મતલબ ચપટીક સૂરજ લઈને વહેતું ઝરણું ;
ચકલી મતલબ તારી આંખનું સપનું કંકુવરણું .
ચીંચી નો વરસાદ ચકલી
પરોઢનો પરસાદ ચકલી .
ચકલી ઉર્ફે ઈશ્વર ઉર્ફે કાવ્ય ઉર્ફે કાવ્યનો વિસ્તાર ;
ચકલી ઉર્ફે ઋચા ઉર્ફે આરત ઉર્ફે જીવતરનો છે સાર .
ભોળપણનો આકાર ચકલી ,
ખીંટી નો શણગાર ચકલી .
ચકલી ઉર્ફે ભરચક ભરચક દરિયો બાંધ્યો ટીપે ,
ચકલી ઉર્ફે અઢળક મોતી વેરી દીધાં છીપે .
ચકલી મતલબ મારી ઈચ્છા ,
ચકલી મતલબ તારી ઈચ્છા
ચકલી ઉર્ફે ભોળું ભોળું સમણું છે નવજાત ,
ચકલી ઉર્ફે હરતીફરતી રંગોળીની ભાત .
ચકલી ઉર્ફે ઈચ્છા ઉર્ફે તું ઉર્ફે ..............