ગઝલ ... ગઝલ ..............
રેશમી વાણે વણીને , અર્થ જેવી ધાર થઈ જા ,
દર્દ આપે સૌ ગણીને . શબ્દ તું તલવાર થઈ જા .
છે જગત અળવીતરું ભૈ , આંખ બેઠી આભ આંજી ,
જખ્મ શણગારે ખણીને . મેઘ મુશળધાર થઈ જા .
મોત જેવું નામ ના દ્યો , એષણાની આ નદી છે ,
શ્વાસ થાક્યા હણહણીને વ્યક્ત સામે પાર થઈ જા .
ખાટલાવશ થઈ પડી છે , ડાળ ઝૂકી છે જરા તો ,
વેદના ડૂસકું જણીને . ફૂલ જેવો ભાર થઈ જા .
ચોપડીની વાત શીખ્યો , એક સામે છે અરીસો ,
હું અભણ પાસે ભણીને . બિંબ નકશીદાર થઈ જા .
એક પંખી આજ ઊડ્યું ,
ચણ સહિત ફળિયું ચણીને .
- હેમંત ગોહિલ "મર્મર " - હેમંત ગોહિલ "મર્મર "