Friday 1 March 2013

આવશે ....

ભલેને આજ નહી તો કાલ આવશે ,
હશે જો ડાળખી તો   ફાલ  આવશે .

ખરાબ વેણને બતાવ ના   ફળી ,
લપાઈને  પછી   બબાલ  આવશે .

લખી  દઉં , કહે તો તામ્ર પત્ર પર ,
વ્હાલ  વાવ તું ,વ્હાલ   આવશે .

જરાક પારખીને  આવકારજો ,
જવાબમાં  ઘણાં  સવાલ આવશે .

તમે  મધુર સૂર લઇ બસ આવજો ,
પછી  ન પૂછતાં કે  તાલ આવશે ?

                                      - હેમંત ગોહિલ 'મર્મર '