ગઝલ ..
ક્યાં કહું છું રોજ હોવી જોઈએ ,જીંદગીમાં મોજ હોવી જોઈએ .
સાંપડે ,અઢળક ખજાનો સાંપડે ,
ખુદમાં પણ ખોજ હોવી જોઈએ .
ઓસ એને તો હશે નવડાવતી ,
ફૂલ જેવી તોજ હોવી જોઈએ .
છે શરત આ યુધ્ધને કંઈ જીતવા ,
એકલાની ફોજ હોવી જોઈએ .
એમનો વિયોગ ગાંગો હોય તો ,
યાદ રાજા ભોજ હોવી જોઈએ .