Friday 22 February 2013
ગીત .....
.ભારે કવરાવી મને કમખાના મોરલે , ટહૂકે છે રેશમી ધાગે ;
ખોબો ભરીને મેંતો જોસ્યું લગરીક ત્યાં તો આખ્ખું ચોમાસું મૂઓ માગે .
વાતું કરે છે ગામ પડતા વરસાદની ,
ફળિયામાં ધોધમાર જોઇને ;
ભીતર વરસીને કોક પરબારું જાય એના
આછા ઓહાણ ના કોઈને .
ભીનું તરબોળ કૈક ટાંપી તરાગડે બખિયામાં રાતભર જાગે .....
હોય તો જણસ જેવું કરીયેય ઊછીનું ,
માગે ચોમાસું રોયો રોકડું ;
એકાદી ગૂંચ એના ટૌકાની ઉક્લેને ,
આખ્ખું ગૂંચવાય મારું કોકડું .
આવા તે દખ સખી ક્યાં જઈને બોલીએ ? વાવેલી શૂળ મને વાગે ....
- હેમંત ગોહિલ 'મર્મર '
Subscribe to:
Posts (Atom)