ગીત ...કૂણી કૂંપળ જ્યારે ફૂટશે ...
કૂંણી કૂંપળ જ્યારે ફૂટશે ....પરથમ હવાનો ગઢ હલબલશે સામટો ને છેવટમાં તડ દઈ તૂટશે ......સૂરજ લઇ આવશે સોનેરી પારણુંને ઝૂલાવશે કિરણોનું ખોયું ;ગલઢું મોસૂઝણું ઝાકળને પૂછશે :"એનું મો જઈ તેં જોયું ?"મીઠી વધામણીની આશાએ ડાળ ડાળ મુઠ્ઠીક પતંગિયા વછૂટશે ........પંખી લઈ આવશે કલરવના દેશથી ,ટૌકાનું રેશમી ઝભલું ;ભીની માટીની મ્હેંક ઝાલીને આંગળીધીમે મંડાવશે પગલું .
ડાળીનો ડાયરો છાંયડાના વારસને લીલાં ક્સુમ્બામાં ઘૂંટશે ......
આવીને વસંત એના લેશે ઓવારણાં ને
કે 'શે કે લાલ ઘણું જીવો
મારીયે આંખ ત્યાં ઢોળશે નજર અને ,
કે 'શે કે અમીરસ પીઓ
ખુદની હયાતીનો મેળવશે તાગ ત્યારે ખુદમાંથી આભ થોડું ખૂટશે ....
- હેમંત ગોહિલ "મર્મર "
Saturday 2 March 2013
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment