ગઝલ
આમ જૂઓ તો જરા પણ ક્યાંય હરખાતો નથી .
હોય શેરી એમની જો તો હરખ માતો નથી .
પ્રશ્ન સાદો સાવ છેને તોય સમજાતો નથી ,
કેમ ઘાયલ થઇ ગયો છું :ફૂલ છે ઘા તો નથી .
રંગ પીળો શું બતાવે છે તમે સમજ્યા નહીં ,
ડાળખીનો ફૂલ સાથેનો હવે નાતો નથી .
ખુદમાં ઊંડાણ જેવું જોઈએ , દરિયો કહે :
"હું નદીને ક્યાંય પણ મળવા કદી જાતો નથી .
ઓઢણી હમણાં જ એણે સૂકવી છે તાર પર ,
છે પવન બધ્ધો જ ત્યાં તેથી અહી વાતો નથી .
- હેમંત ગોહિલ 'મર્મર '
No comments:
Post a Comment