Thursday 30 May 2013


ગઝલ : કર્ણનો હું રથ બની ઝૂકી ગયો 


કર્ણનો હું રથ બની ઝૂકી ગયો ,
તીર જેવો આ સમય ખૂંપી ગયો .

લઈ તરસ હું કેટલું દોડ્યો હતો ,
છેક સરવર પાસ જઈ ડૂકી ગયો .

શ્વાસની કેવળ ગણી મેં ગાંસડી ,
એક અવસર એમ હું ચૂકી ગયો .

મેં ખબર પૂછ્યા હતાં એ દોસ્તના ,
પાન પીળું હાથમાં મૂકી ગયો .

છાંયડાને ઝાડવા ભૂલી ગયા ,
કાનમાં શું વાયરો ફૂંકી ગયો ?!


                            

                   -   હેમંત ગોહિલ "મર્મર "

1 comment:

  1. ખરેખર આ સમય ખૂંપી ગયો .....
    માનવી આખરે ઝૂકી ગયો .

    ReplyDelete