Wednesday, 20 February 2013
ગીત
છાંયડા વિનાની એક છોકરી રે એક છોકરી રે ......
છોકરી તો સીમમાં છાણા વીણે .
ખરીબાઈ ગઈ એક મોટા ગામતરે ગરીબાઈ એટલે એને ઉછેરતી ,
છાંયડા વિનાની સાવ પોતે હતી ને તોય છાંયડા તો ઠેર ઠેર વેરતી .
વેર્યા નસીબના દાણા વીણે ...
છોકરી તો સીમમાં છાણા વીણે .
તડકા પણ બળે એમ કાળામેશ દેહમાંથી અજવાળા દોમ દોમ નીતરે ,
ફાંટ ને સંકોરતીક વગડાની છાતી એ ગીતલડા વરણાગી ચીતરે .
ઓરતાના ગોળ ગોળ ગાણાં વીણે .....
છોકરી તો સીમમાં છાણા વીણે .
અડવાણા પગની એ બળબળતી પાનિયુંને શેઢાનું ઘાસ થોડું ફૂકતું ,
એકલદોકલ ક્યાંક પીછું અડકે ને એનું ભીતરનું પંખી ટહૂકતું .
આયખાના રોકડા ટાણા વીણે
છોકરી તો સીમમાં છાણા વીણે
- હેમંત ગોહિલ 'મર્મર '
ફાંટ ને સંકોરતીક વગડાની છાતી એ ગીતલડા વરણાગી ચીતરે .
ઓરતાના ગોળ ગોળ ગાણાં વીણે .....
છોકરી તો સીમમાં છાણા વીણે .
અડવાણા પગની એ બળબળતી પાનિયુંને શેઢાનું ઘાસ થોડું ફૂકતું ,
એકલદોકલ ક્યાંક પીછું અડકે ને એનું ભીતરનું પંખી ટહૂકતું .
આયખાના રોકડા ટાણા વીણે
છોકરી તો સીમમાં છાણા વીણે
- હેમંત ગોહિલ 'મર્મર '
ગઝલ
થોડી અમથી ધાણ ખમી લે ,
ભીષ્મ થવાશે બાણ ખમી લે .
એક તલપ કંઈ અંદર લાગી ,
ચહેરાનું બંધાણ ખમી લે .
વરસી ચૂક્યા વાદળ ફળિયે ,
ધસમસતું છે તાણ ખમી લે .
દીવો બૂઝ્યો તારા હાથે ,
તેંજ કરી મોકાણ ખમી લે .
એક નદી તું લાવ્યો છું તો ,
પાણીના પોલાણ ખમી લે .
મબલખ મોતી મળશે છેવટ ,
દરિયાના ઊંડાણ ખમી લે
- હેમંત ગોહિલ 'મર્મર '
આપણામાં કોક છેને આપણે તો કોકમાં ,
વાત બીજી ક્યાં લખી છે લાગણીના શ્લોકમાં
- હેમંત ગોહિલ
વાત બીજી ક્યાં લખી છે લાગણીના શ્લોકમાં
- હેમંત ગોહિલ
ભલેને આજ નહીં તો કાલ આવશે ,
હશે જો ડાળખી તો ફાલ આવશે .
- હેમંત ગોહિલ
Subscribe to:
Posts (Atom)


